મિત્રો ધોરણ 8 હિન્દીમા આ એક સરસ મજાનો એકમ છે.આ એકમના મુખ્ય હેતુઓ એ છે કે બાળકો આપણા ગુજરાતમા આવેલા એક સુન્દર જિલ્લો એવો કચ્છ ને ઓળખે.અને પોતાના સ્થાનિક વિસ્તારમા જે સ્થળો આવેલા છે તેના વિશે પણ રસ દાખવે અને તેના ઇતિહાસ વિશે પણ રસ દાખવે.આ એકમ માટે તો આપણે ઘણા બધા સાહિત્યનો ઉપયોગ કરી શકીએ અને એકમને ખુબ રસપ્રદ બનાવી શકીએ.
તો આ એકમની શરુઆત કરતા પહેલા બાળકોને નીચેનો વિડીયો બતાવી શકાય જેથી બાળકો કચ્છ પ્રત્યે થોડા આકર્ષિત થાય અને એકમમા રસ દાખવે.
તો આ એકમની શરુઆત કરતા પહેલા બાળકોને નીચેનો વિડીયો બતાવી શકાય જેથી બાળકો કચ્છ પ્રત્યે થોડા આકર્ષિત થાય અને એકમમા રસ દાખવે.
વિડીયો બતાવ્યા પછી જ્યારે આપણે એકમ ચલાવીએ ત્યારે એકમમા આવતા સ્થળોના ચિત્રો બતાવતા જશુ તો એકમમા બાળકોને કંટાળો નહી આવે તો એકમમા આવતા સ્થળોના ચિત્રો અહી મુકવામા આવેલા છે.
આ એકમમા આપણી પ્રાચીન સંસ્ક્રુતિ નો ઉલ્લેખ પણ કરવામા આવ્યો છે. તો તેનો સ્લાઇડ શો અહી મુકવામા આવેલો છે.
અહી મે Wikipedia માથી કચ્છના બધા તાલુકાઓની પણ માહિતી મુકી છે તો એ ડાઉનલોડ કરી બાળકોને આપણી લેબના બધા કમ્પ્યુટરમા સેવ કરી અને વાંચવા આપી શકાય.
આ એકમ દ્વારા આપણે બાળકોને પ્રોજેક્ટકાર્ય માં પોતાના સ્થાનિક સ્થળની એક જાહેરાત બનાવવા આપી શકાય જેથી બાળકો પોતાના સ્થાનિક સ્થળોની મુલાકાત લઇ અને તેને જાણવા વધુ પ્રેરીત થશે.
નીચે એકમ કસોટી પણ મુકવામા આવેલી છે.જે ડાઉનલોડ કરી લેવા વિનંતિ .......આભાર
નીચે એકમ કસોટી પણ મુકવામા આવેલી છે.જે ડાઉનલોડ કરી લેવા વિનંતિ .......આભાર
મિત્રો મને ખબર છે કે આ પાઠ માટે એટલુ પુરતુ નથી હજી આપણે શોધીએ તો ઘણુ બધુ નીકળશે.મે ખાલી અહીયા મારા વિચારો લખ્યા છે તમે પણ આ પાઠ લીધો જ હશે. તો મારી વિનંતી છે કે તમારી પાસે આ પાઠ માટે યોગ્ય માર્ગદશન હોય અથવા તો સાહીત્ય હોય તો અમને આપવા વિનંતી જે તમારા નામ જોગ અહી મુકવામા આવશે અને આ પાઠ માટે એટલુ સાહિત્ય અને માગદર્શન ભેગુ થાય કે આપણને ટી.એલ.એમ. શોધવા ક્યાય જવુ ના પડે. તો મિત્રો તમારી પાસે જે કાય પણ હોય તે અમારે નીચેના ઇ મેઇલ મા મોકલવા વિનંતી.અને હા કોમેંટ કરવાનુ ભુલતા નહી.....આભાર
[email protected]
[email protected]