પ્રદુષણ એ વિશ્વ માટે એક વિકટ પ્રશ્ન છે.આજના યુગમા બધા જ દેશોએ વિકાસશીલ થવા માટેની દૌડ લગાવી છે અને વિકાસ કરવા માતે મોટા ઉદ્યોગોની જરુર પડે છે.જેમ જેમ ઉદ્યોગો વધે છે તેમ તેમ પર્યાવણને વધુ ને વધુ નુકશાન થાય છે. અને હવે તો પ્રદુષણ હદ પાર કરી ચુક્યુ છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યાઓ આજે વિશ્વ સામે ઉભી રહી છે. જો આમ ને આમ ચાલ્યા કરશે તો થોડા સમયમા આપની પૃથ્વી પર રહેવુ પણ મુશ્કેલ બનશે માટે આ સમસ્યા સામે લડવા માટે આપણે બાળકોને વર્ગખંડમા પર્યાવરણ,પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓની સમજ આપવી પડશે.
નીચે પ્રદુષણ અને તેના પ્રકારો નો સ્લાઇડ શો મુકવામા આવેલ છે.